વાવાઝોડું: ગુજરાતમાં ચોમાસું નજીક આવવાની સાથે જ વાવાઝોડા ત્રાટકવાના સમાચાર ચારેય બાજુ ફેલાઈ રહ્યા છે. જેંમા ઘણી વખત સાચું હોય છે, તો ઘણી વખત અડધુ સાચું અને અડધુ ખોટુ હોય છે તેમજ ઘણી વખત તો માત્ર અફવાનો મારો જ હોય છે. એવા સમયે ગુજરાતના લોકોને એ ખ્યાલ આવતો નથી કે શું હકીકત છે અને શું ખોટું છે.
આવા સમાચાર આપણી જાણીતી મોટી મોટી ન્યુઝ ચેનલમાં પણ ઘણીવાર ખોટી રીતે ચલાવવામાં આવતા હોય છે. ખરેખર તો જ્યાં સુધી હવામાન વિભાગ તેનું બુલેટિન જાહેર ના કરે ત્યાં સુધી કોઈ પણ ન્યુઝ/ સમાચારમાં કોઈપણ પ્રકારના ન્યુઝ બતાવવા ન જોઈએ. જેથી આવી અફવા લોકો સુધી ફેલાય નહીં.
હવે અહીં આપણે ગુજરાતમાં વાવાઝોડા બાબતે અને વરસાદ અંગેની સ્થિતિ શું છે તેના વિશે માહિતી મેળવવાના છીએ. જેમાં સૌપ્રથમ વરસાદ અંગેની વાત કરવામાં આવે તો, વરસાદનો મુખ્ય રાઉન્ડ (તીવ્ર માવઠાનો રાઉન્ડ) પુર્ણ થયા બાદ હાલમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણપૂર્વ ગુજરાતના છુટા છવાયા વિસ્તારમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી રહ્યો છે.

આગામી દિવસોમાં હજુ પણ અમુક અમુક વિસ્તારમાં આ રીતે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળે તેવી શક્યતા છે. હવે વાવાઝોડાની વાત કરવામાં આવે તો, હજુ વાવાઝોડું બનવાની સંભાવના બાબતે પણ ઘણા ભેદભાવ ચાલી રહ્યા છે.
યુરોપિયન મોડલ અનુસાર હાલમાં બંગાળની ખાડીમાં રહેલું સાઈકલોનિક સર્ક્યુલેશન દક્ષિણ ભારત પાર કરી 22/23 મેએ ગોવા પાસે અરબી સમુદ્રમાં આવીને ત્યાં મજબૂત થવાનું ચાલુ થશે. જે આગળ ધીમે ધીમે લો પ્રેશર અને ત્યારબાદ ડિપ્રેશનથી ડીપ ડિપ્રેશન બની વાવાઝોડા જેટલું મજબુત બને તેવી સંભાવના પણ છે.
જ્યારે અમેરિકન મોડલ તેનાથી સંપૂર્ણ રીતે વિપરીત એટલે કે વિરુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં આ દિવસોમાં આવી કોઈ સંભાવના દેખાતી નથી. અમેરિકન મોડલ અનુસાર આવું લો પ્રેશર ગોવા પાસે અરબીસમુદ્રમાં 28 તારીખ આસપાસ બનીને મહારાષ્ટ્રમાં બાજુ જતુ રહે તેવી સંભાવના છે.
શું ગુજરાતમાં વાવાઝોડું આવશે?
વાવાઝોડું: આ બંને મોડલોમાં એટલો બધો ફેરફાર કેમ છે? તેનું કારણ એ છે કે, ભૂતકાળમાં અરબી સમુદ્રમાં વાવાઝોડા બનવા બાબતે અને વાવાઝોડાના રૂટ બાબતે બહુ વિશ્લેષણ થયા નથી તેના લીધે અરબી સમુદ્રમાં બનતી સિસ્ટમ બાબતે કે તેની મજબૂતાઈ બાબતે કે તેના રૂટ બાબતે અગાઉથી ચોક્કસપણે આગાહી આપી શકાતી નથી.
અરબી સમુદ્રમાં બનતી સિસ્ટમ બાબતે ચોકસાઈ વધુ દિવસો અગાઉ યોગ્ય ખ્યાલ આવતો નથી. જેમ નજીક તેમ વધુ ખ્યાલ આવે છે કેમ કે અરબીસમુદ્રમાં જો કોઈ સિસ્ટમ બનવાની હોય તો તેનો રૂટ પણ જ્યારે સીસીટમ બની જાય ત્યારબાદ નક્કી થતો હોય છે એટલે તેમાં ઘણા ફેરફાર થાય છે અને ઘણી વાર આગાહી મુજબ સીસ્ટમ ચાલે નહિ તેવી પણ ઘટનાનો બનેલી છે.
આવી વધારે માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો.
હાલમાં સિસ્ટમ બનવાની તારીખ બાબતે પણ હજુ મત મતાંતર છે, તે કેટલી મજબૂત બનશે તે બાબતે પણ હજુ અસમંજસ છે એવા સમયે અગાઉથી જ લોકોને ગુજરાતમાં વાવાઝોડુ આવશે તેવી અફવાથી ડરાવવા ન જોઈએ. હાલ સિસ્ટમ બનવાની શક્યતા ખૂબ સારી ગણી શકાય પણ તેની મજબૂતાઈ અને રૂટ નજીક જઈશું ત્યારે જ તેનો ખ્યાલ આવશે.
જો આ સિસ્ટમ બની અને ગુજરાત નજીકથી પણ પસાર થાય તો ઘણા વિસ્તારમાં પ્રથમ વાવણી લાયક વરસાદનો લાભ પણ મળી જશે. તેમજ જો તે ગુજરાત ભારે નુકસાન પણ થઈ શકે છે. એટલે આ વાવાઝોડાની સ્થિતિ વિશેની સાચી હકીકત આગળ જતાં જ ખબર પડશે.
ખાસ નોંધ:
અહીં આપવામાં આવેલી માહિતી વેધરચાર્ટ/ નિષ્ણાંતોની આગાહીના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થઈ શકે છે, તેથી તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન ખાતાની માહિતીને ધ્યાનમાં લેવી.
cyclone: According to the European model, the cyclonic circulation currently in the Bay of Bengal will cross South India and enter the Arabian Sea near Goa on May 22/23 and start strengthening there. There is also a possibility that it will gradually turn into a low pressure and then a depression, turning into a deep depression and becoming as strong as a cyclone.
While the American model is going completely the opposite, in which there is no such possibility these days. According to the American model, there is a possibility that such a low pressure will form in the Arabian Sea near Goa around the 28th and move towards Maharashtra.
Will a cyclone hit Gujarat?
Why is there so much variation in both these models? The reason is that in the past, there has not been much analysis of the formation of cyclones in the Arabian Sea and the route of the cyclone, due to which it is not possible to give a precise prediction in advance about the system forming in the Arabian Sea, its strength or its route.
The accuracy of the system forming in the Arabian Sea is not known for many days in advance. The closer we get, the more we realize it because if a system is to form in the Arabian Sea, its route is also decided after it becomes a system, so there are many changes in it and many times the system does not work as predicted.
cyclone: Currently, there is still a difference of opinion about the date of the system’s formation, there is still uncertainty about how strong it will be, so people should not be scared by rumors that a cyclone will hit Gujarat in advance. The possibility of the system forming is considered very good at the moment, but its strength and route will be known only when we get closer.
If this system forms and passes near Gujarat, many areas will also get the benefit of the first rains suitable for sowing. Also, if it does, Gujarat can also suffer heavy losses. So, the true truth about the situation of this cyclone will be known only later.
Special Note:
The information given here is based on weather charts/expert forecasts which are subject to natural changes, so always consider the weather department’s information for your business activities.



