વાવાઝોડાંની અપડેટ: સૌપ્રથમ વાવાઝોડાની વાત કરીએ, તો આવતા 18-20 કલાકમાં મધ્યપૂર્વ અરબીસમુદ્રમાં કર્ણાટકના દરિયાકાંઠે એક અપર એર સાયકલોનીક સર્ક્યુલેશન સર્જાશે. જે તે પછીના 24 કલાકમાં વધુ મજબુત થઈને લો પ્રેશર સિસ્ટમમાં ફેરવાશે. ત્યારબાદ આ લો પ્રેશર સિસ્ટમ ક્રમશઃ ઉત્તરથી ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધતાં વધતાં મજબૂત બની ઉપરની તરફ આવશે.
સામાન્ય રીતે અરબી સમુદ્રમાં બનતી સિસ્ટમમાં અગાઉથી તે સિસ્ટમની મજબૂતાઈ અને સિસ્ટમના રૂટ બાબતે બહુ ખ્યાલ આવતો નથી. એટલે અરબી સમુદ્રમાં બનતી સિસ્ટમની તીવ્રતા અને તેના રુટ બાબતે અનુમાન લગાડવું ખૂબ જ અઘરું છે.
સામાન્ય રીતે જોઈએ તો આ સમયગાળામાં બનતી સિસ્ટમ વાવાઝોડાની કેટેગરી સુધી પહોંચે તેવી શક્યતા રહેતી હોય છે. એટલે હાલમાં, આપણે આ સિસ્ટમની મજબૂતાઈ ડિપ્રેશનથી વાવાઝોડા કેટેગરી સુધી પહોંચી શકે તેવી ધારણા કરીએ તો તેના રુટ ફાઇનલ હોતો નથી.

પરંતુ આગળના વષોના અનુભવોને આધારે ચોક્કસ કહી શકાય કે જ્યારે અરબીસમુદ્રના આ ભાગ પર કોઈ સિસ્ટમ બનતી હોય તે સિસ્ટમ ચોક્કસપણે ગુજરાત બાજુ આવે છે, જેમાં પણ ઘણીવાર ગુજરાતની અંદર આવી જાય છે. આ સિવાય આ સિસ્ટમ ઘણીવાર ગુજરાતની થોડી નજીક આવીને ટર્ન મારી થોડી દૂર જઈને નબળી પડી ફરી પાછી ટર્ન મારી ગુજરાત તરફ આવી જતી હોય છે.
આ સિસ્ટમમાં પણ આ બન્નેમાંથી એક શક્યતા રહેશે પરંતુ જો તે સીધી ગુજરાત ઉપર આવે તો તે જેટલી મજબૂત હોય એટલું વધુ નુકસાન થાય અને જેટલી નબળી હોય એટલું ઓછું નુકસાન આવે. જો આ સિસ્ટમ ટર્ન મારી સાઈડમાં જતી રહે અને ફરી ગુજરાત તરફ આવે તો પણ નબળી પડવાને કારણે ઓછું નુકસાન થઈ શકે. પરંતુ આ બધી બાબતનો ખ્યાલ સિસ્ટમ બની ગયા પછી જ આવશે.
આ સિસ્ટમને લીધે થતાં વરસાદની વાત કરીએ તો, અરબી સમુદ્રમાં બનનારી આ સિસ્ટમથી ગુજરાત સુધીના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. આજથી જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવી ગયો છે ત્યારે આવતી કાલથી જ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. આ મહિનાના બાકી રહેતા તમામ દિવસો દરમિયાન એટલે કે 30-31 તારીખ સુધી વરસાદનો આ રાઉન્ડ ચાલુ રહેશે.
વાવાઝોડાંની અપડેટ:
વરસાદના આ રાઉન્ડની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તથા લાગુ મધ્ય ગુજરાત આજુબાજુ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં ઓછી અસર રહશે. તેનું કારણ એ છે કે, અરબી સમુદ્રની સિસ્ટમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને વધુ લાભ આપતી હોય છે.
આ રાઉન્ડના શરૂઆતના દિવસો દરમિયાન એટલે કે 21થી 24 મે સુધી ઉત્તર ગુજરાત અને કચ્છ બાજુના વિસ્તારમાં વરસાદ ખૂબ ઓછો રહેશે. તેમજ 24-25 તારીખથી બાકીના દિવસો દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છના છુટા છવાયા વિસ્તારમાં વરસાદની શક્યતા બની શકે છે. ખાસ કરીને આ સિસ્ટમ સૌરાષ્ટ્રની જેમ નજીક આવશે તેમ વરસાદના વિસ્તાર અને માત્રામાં વધારો થઈ શકે છે.
આવી વધારે માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો.
વરસાદના આ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ જોવા મળશે. વરસાદનો આ રાઉન્ડ 100% આવશે તે ફાઈનલ જ છે પરંતુ આ રાઉન્ડ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વાવણી લાયક વરસાદ પડે તેવી શક્યતા નથી તેને ધ્યાનમાં રાખવું.
Generally, in a system that forms in the Arabian Sea, there is not much idea about the strength of that system and the route of the system in advance. That is why it is very difficult to predict the intensity of the system that forms in the Arabian Sea and its route.
Generally, if we look at it, there is a possibility that the system that forms during this period may reach the category of a cyclone. So, at present, if we assume that the strength of this system can reach the category of a cyclone from a depression, then its route is not final.
Storm update
But based on the experiences of the previous years, it can be said for sure that when a system forms in this part of the Arabian Sea, the system definitely comes towards Gujarat, in which case it often comes within Gujarat. Apart from this, this system often comes a little closer to Gujarat, turns a little further, weakens and then turns back towards Gujarat.
In this system too, one of these two possibilities will exist, but if it comes directly over Gujarat, the stronger it is, the more damage it causes and the weaker it is, the less damage it causes. If this system turns towards my side and comes towards Gujarat again, there may be less damage due to weakening. But all this will be realized only after the system becomes a system.
Talking about the rain caused by this system, instability will be seen in the atmosphere from this system forming in the Arabian Sea to Gujarat. While the atmosphere of Gujarat has changed from today itself, a new round of rain will start from tomorrow itself. This round of rain will continue throughout the remaining days of this month, i.e. till 30-31.